સવારની ક્ષણ !!! અહલાદ્દક, તાજગીપૂર્ણ, ઉર્જા થી ભરપૂર ....
A Moment of Morning
સવાર પડી ને સૂરજદાદા નું આગમન..ઓ..હો ... કેવી સરસ અનુભૂતિ !!!
કહેવાયું છે કે,
" प्राता रत्नं प्रातरिश्वा दधाति तं चिकित्वा प्रतिगृह्यनिधत्तो।
तेन प्रजां वर्धयमान आयू रायस्पोषेण सचेत सुवीर: ।। "
(સામાન્યઅર્થ : સવારે સૂર્યોદય પહેલા જાગનાર વ્યક્તિ નું સ્વાસ્થ્ય સારું રહે છે. એટલે બુદ્ધિમાન લોકો આ સમય ને વ્યર્થ વેડફતા નથી. સવારે વહેલા ઊઠનાર સ્વસ્થ ,સુખી અને દીર્ઘાયુ બને છે.)
વહેલી સવાર ની આ ક્ષણ ..અહલાદ્દક ,શાંતિમય અને તાજગીપૂર્ણ વાતાવરણ. મળસ્કે હજુ થોડું અંધારું હોય છે, તે ક્ષણે જાગીને ,કરદર્શન અને પૃથ્વી માતા ને નમન કરી, પથારીએ થી ઉઠી ગૅલેરી નું બારણું ઉઘાડતાં જ એક મંદ શીતળ પવનની લહેરખી નો અનુભવ થતાં જ તન, મન માં નવચેતના નો સંચાર થાય છે અને અનુભૂતિ થાય છે ,વાહ કેવી સુંદર નૈસર્ગીક પ્રભાત ની આ વેળા છે.
ઊંચે નજર કરતા જ સહેજ વાદળી -સફેદ રંગી આકાશ - નભ ની સૌમ્યાકૃતિ નયનો ને શીતળતા અર્પે છે.પ્રાતઃ સમયે પક્ષીવૃંદ નો મધુર કલરવ સંભળાય છે .
આધુનિકીકરણ સમય પૂર્વે ,પ્રાતઃ કાલે પ્રભાતિયાં ના મીઠા સૂરો , ઋષિ -સાધુ-સંતો દ્વારા શ્લોક ના સ્વરો વાતાવરણ માં પ્રસરી સમગ્ર પ્રકૃતિ ને ક્રમશઃ ચેતનવંતુ કરતા હતા. હાલ ના સમયે પણ અમુક વિસ્તારો માં , ગ્રામ્ય વિસ્તારો માં આ દિવ્ય ક્ષણ ની અનુભુતી થતી હોય છે .
ક્રમશઃ આભમાં લાલિમા છવાય છે અને સૂર્યોદય ની વેળા થાય છે .હળવે -હળવે ઉષ્મા દાયક સ્ફૂર્તી અનુભવાય છે.મંદિરો માં થતો ઘંટારવ , પંખીવૃંદ નો કલરવ સંભળાય છે.સ્વાસ્થ્ય જાગૃત નાગરિક ગણ સવારે વ્યાયામરત જોવા મળે છે.માતાઓ , ગૃહિણીઓ પરિવાર માટે સવાર નો ચા-નાસ્તો બનાવવાની પ્રકિયા માં લાગી જાય છે. અને એક નિત્યક્રમ ની શરૂઆત થાય છે - ઓફિસ ,કામ ,મેળાવડો , રાત્રી - અને એક દિવસ નો અંત.
મિત્રો , વર્ણિત આ અનુભવ જનસામાન્ય નો નિત્યક્રમ છે. પરંતુ આ સમય ની પ્રત્યેક ક્ષણ જો યોગ્ય માણીએ તો આ પ્રાતઃ ક્ષણ આપણા માટે એક ઉત્સાહ- ઊર્જાવર્ધક સ્ત્રોત છે. જેમ શીતળ પવન તન ને પ્રફૂલ્લિત કરે છે , અનંત આકાશ નયન અને મન ને સૌમ્યતા ,શાંતિ અર્પે છે, સુર્યાગમન પ્રેરણાસ્ત્રોત બને છે , પ્રભાતિયાં ,શ્લોકો વાતાવરણના અણુ -પરમાણુને સકારાત્મ્ક ચેતનવંતુ કરે છે. સવાર ના પહોર માં માતાઓ અને ગૃહિણીઓ નો પરિવાર પ્રેમ અને ઉત્સાહ દિવસની શરૂઆતને આનંદદાયક બનાવે છે. આ સવારના સમય નો નિખલાસપૂર્ણ અનુભવ કરવાથી ખરેખર આખો દિવસ આનંદ માં પસાર થાય છે.
વહેલી સવાર નો સમય-બ્રહ્મમુહૂર્ત -ને સર્વોત્તમ મનાય છે. આ સમય દરમિયાન પ્રકૂર્તિ ક્રમશઃ ચેતનવંતી બને છે. પરોઢિયે વહેતા મંદ ,શીતળ પવન માં રહેલ પ્રાણવાયુ ફેફસા ,મન, મષ્તિસ્ક ને સ્વસ્થ રાખે છે. આ સમય અધ્ધયન ,વિદ્યાભ્યાસ માટે નો અતિઉત્તમ છે ,કેમ કે તાજગીપૂર્ણ સ્મૃતિ કોષો દ્વારા સરળતા થી અધ્યયન કરેલું યાદ રહી જાય છે . વહેલા ઉઠવા થી દિવસભર ના કાર્યો માટે , યોજનાઓ બનાવવા માટે નો પર્યાપ્ત સમય મળી રહે છે અને લક્ષ્યપ્રાપ્તિ સુગમ બને છે.
આમ ,પ્રકૂર્તિ આપણ ને નિત્યક્ર્મ ની સાથે એક મોકો આપે છે,આપણા લક્ષ્ય ને પામવા માટે. કુદરત એક સંદેશો આપે છે કે " જાગ્યા ત્યાર થી સવાર ." સકારાત્મક, ક્રમશઃ યોગ્ય સહકારપૂર્વક અને સત્કર્મો થકી, સૌનો દિવસ સફળ બને એ જ શુભકામના.
For getting new posts subscribe in Email Subscription Box as well as click on Follow Tab.
(*based on having memories,
available information, blogger's thoughts and guidance of honorable
Elder, the descriptions is mentioned above. Acceptable suggestions are
welcomed.)