Featured Post

Prarthana

પ્રાર્થના। .... प्रार्थना। ..  ॐ   सर्वे   भवन्तु   सुखिनः    सर्वे   सन्तु  निरामयाः    | सर्वे   भद्राणि   पश्यन्तु  ...

Wednesday, May 20, 2020

સમય... સમય... આ એ જ વેળા છે .. !!! For The One Who Uses The Time In a Well Manner !!!!

  

સમય નું મહત્વ    કે   મહત્વ નો સમય  . . . 

બન્યો હું રાજા કે ફકીર  !!!


એક પ્રચલિત કથન છે : " હું સમય છું  ..." 

એક નિયત , અવિરત , અને હંમેશા આગળ વધતું ચક્ર એ સમય નું ચક્ર  /  કાલ ચક્ર છે. જેના પ્રતેયક ક્ષણ ના સદુપયોગ માત્ર થી જ જીવન યથાર્થ બને છે , જીવન લક્ષ્ય પ્રાપ્તિ નો પથ સુગમ બને છે  .

સંસ્કૃત માં કહેલું છે કે, 
" क्षणशः कणशः  चैव  विद्यामर्थं  च साधयेत् |  
 क्षण त्यागे  कुतो विद्या  कण  त्यागे कुतो धनम्  || " 

કે જેનો સામાન્ય અર્થવિસ્તાર છે કે - ક્ષણ ક્ષણ કરી ને અને કણ કણ કરી ને  વિદ્યા તેમજ ધન મેળવવા , ક્ષણ નો ત્યાગ થતાં વિદ્યા ક્યાં થી તેમજ કણ નો ત્યાગ થતાં ધન ક્યાંથી ( મેળવાય ) ??? -  માટેજ યથાર્થ કહેવા માં આવ્યું છે કે જે તે સમયએ યોગ્ય  કાર્ય કરી એ. ક્ષણ નો સદુપયોગ કરી ને વિદ્યા , ધન ની પ્રાપ્તિ કરી ને ઘર , સમાજ અને આવનારી પેઢી ઓ માટે યોગ્ય દ્રષ્ટાંત બનીએ અને પરમ શક્તિ ને પામવા ની યોગ્યતા કેળવીએ  .

માટેજ અંગ્રેજી માં લખેલું છે કે "  The great end of Life is not only the Knowledge but Action- at appropriate Time".

 જીવન ની મળેલ આ ગણતરી ની પળો અમૂલ્ય અને અલૌકિક છે. જીવનકાળ દરમિયાન ઉત્તમ કર્મો,  પુરુષાર્થ થકી  સર્વ નું કલ્યાણ થાય એ માટે યત્નશીલ રહેવું જોઈએ. સમયસર કાર્ય કરતાં  પ્રાપ્ત થતાં મીઠાંફલો નો સ્વાદ સ્વજનો સાથે માણી શકાય છે.  પરંતુ સમય ની તે ક્ષણ  /  કાર્યશીલ ક્ષણ વીતી જતાં  ફક્ત પસ્તાવાનો જ વારો આવે છે.  " A stitch in Time Saves Nine "- Truly Said.

મિત્રો , આ એ જ વેળા છે , ચાલો આપણા સ્નેહીઓ, સ્વજનો ની સાથે આપણે આનંદદાયક ક્ષણ વ્યતીત કરીએ .વીતેલી ક્ષણ એ જીવન નું સંભારણું બની જાય છે. એક કટુ સત્ય છે આ સૃષ્ટિ  નો કે જીવન માં થી  સમય અને પ્રાણ એકવાર ગયા પછી કદી પાછા આવતાં નથી.

" વેળા વળે ને વિપત વળે , વળે વિદેશી વા 'ણ  ; 
 વેરી અને વા 'લા  વળે , ગયા વળે નહિ પ્રાણ  .. "

આ દુનિયા માં સુખ અને દુઃખ આવે ને જાય ,  બા'ર ગામ  ગયેલાં પણ પાછા આવી શકે છે  . અરે દુશ્મનો બને દોસ્ત અને દોસ્ત બને દુશ્મન પરંતુ એક વાર જે તે સમયે પ્રાણ ચાલ્યો જાય એ ફરી એ જ શરીર માં આવતો નથી. 

માટેજ મિત્રો , આ સમય , વર્તમાન સમય ની આ વેળા , આ ક્ષણ ને જ યોગ્ય સત્કર્મ થકી યાદગાર બનાવી જીવન ને સાર્થક કરીએ એ આશા સાથે , એક સાંભળેલ  માર્મિક પંક્તિ રજુ કરું છું ,

" ફિકર ની કેમ કરે છે ફિકર  , 
જોઇ  શકાય છે નયનો થી નભ ની ઉપર, 

જીવી માણવા મળેલ છે આ જિંદગી , 
છતાં કેમ છે ભરોસો આ લકીર પર ,

ચાલી સત્કર્મ ને કર્તવ્યો નાં રાહ પર જ ,
થાય છે નક્કી કે "હું " કોણ ? ?-  રાજા  કે  ફકીર  "

No comments:

Post a Comment

Thanking you For your Valuable Note.

And also For the Next Updated Post , Be a part of The Blog.