Featured Post

Prarthana

પ્રાર્થના। .... प्रार्थना। ..  ॐ   सर्वे   भवन्तु   सुखिनः    सर्वे   सन्तु  निरामयाः    | सर्वे   भद्राणि   पश्यन्तु  ...

Saturday, May 16, 2020

World TeleCommunication & Information Day - 17th May- Connect Globaly and Develop World Fraternity

 

વૈજ્ઞાનિક ક્રાંતિકારી શોધ  -  ટેલિકૉમ્યુનિકેશન અને  ઇન્ફોરમેશન ટ્રાન્સફર ને નમન 


20 મી અને 21મી સદી અવનવી શોધો ની સદી કે જેના ફળસ્વરૂપ માનવજીવન માં આમૂલ , અપૂર્વ પરિવર્તન આવ્યું છે, વધુ સુગમ અને સગવડભર્યું બન્યું છે અને હજીપણ આરામદાયક બનતું જાય છે.

આ જગત માં દરેક ઘટના , વસ્તુઓ , ઇન્નોવેશન્સ , વગેરે નાં બે પાસા હોય છે- હકારાત્મક અને નકારાત્મક.પરંતુ  માનવકલ્યાણ માટે વૈજ્ઞાનિક સંશોધનો અને નવનિર્મિત સંસાધનો નો રચનાત્મક ઉપયોગ એ સમગ્ર વિશ્વ માટે અમૂલ્ય વરદાન બની રહે છે  . 

પહેલાંનાં સમયે જનસામાન્ય એકબીજા સાથે વિવિધ રીતે સંદેશાઓ ની આપ-લે કરતા હતા જેમ કે ચિત્ર દ્વારા , વાંજિંત્રો વગાડી ને , ખેપિયાઓ દ્વારા વગેરે. વર્ષો સુધી દૂર રહેતા સ્નેહીઓ ની સાથે સામાન્ય વાતચીત , માહિતીઓનું આદાન-પ્રદાન કરવું  સામાન્ય નહતું.આ કાળ દરમિયાન જનકલ્યાણમાં રત એવા વૈજ્ઞાનિકો, વ્યક્તિઓ, હંમેશા અવનવી પદ્ધતિઓ, પ્રયોગો દ્વારા દૂર વસતા સ્નેહીજનો સાથે વાતચીત સુલભ બને એ માટે અથગ પ્રયત્નો કરતા હતા.કર્મઠ વ્યક્તિઓ માટે જ કહેવામાં આવ્યું છે ને,
" પડશું અનેકવાર, પણ કિસ્મત બની જશે,
   સાચી દિશા નો પંથ છે, ઠોકર ની આસપાસ નો....."

આ સર્વ ટેકનિકલ અને નોનટેકનિકલ વ્યક્તિઓ કે જે આ ટેલિકૉમ્યુનિકેશન અને ઇન્ફોરમેશન શેરિંગ ના કાર્ય માં રચ્યાપચ્યા રહેતા હતા,પરિણામ સ્વરૂપ જગત માં ટેલિફોન, ટેલિવિઝિન વગેરે અસ્તિત્વ માં  આવ્યા ,જેના સુધારેલ સ્વરૂપો રિસર્ચ દ્વારા આપણી પાસે મોબાઇલ ,  ટીવી (LED), લેપટોપ વગેરે ના રૂપે ઉપલબ્ધ છે અને જેના  દ્વારા હાલ ના સમયે દરેક  કાર્ય ખુબ જ સરલતા  થી શક્ય બને છે.

સંસ્કૃત માં કહેલ છે કે,
 
"पौरुषं नो हलं ज्ञेयं  संकल्पो बिजमुत्त्मं  |   
श्रध्धां  तोयं तथा क्षेत्रं  जीवनं कर्षका वयं ||  "

અર્થ વિસ્તાર છે કે જેમ ખેડૂત જમીન, હળ , પાણી , બિયારણ, તેમજ અથાક કઠોર કર્મ થકી ખેતર માં અનાજ નું ઉત્પાદન કરે છે તેમ જો આપણે પુરુષાર્થ રૂપી હળ , નિશ્ચ્ય રૂપી બીજ , શ્રધ્ધા રૂપી પાણી , ને જીવન રૂપી ખેતરને  સમજી હંમેશા જનસમાજ કલ્યાણ ની પ્રવૃત્તિમાં યત્નશીલ રહીએ તો જ ,આનંદદાયક , સમાજોપયોગી , શોધ / ફેસિલિટી /  સંશાધનો શક્ય બને છે.

આજ ના સમયે , આ ક્ષણે , ટેલિકૉમ્યુનિકેશન એન્ડ ઇન્ફોરમેશન ની શોધો , ફેસિલિટી અને ઉપલબ્ધ સંશાધનો ને કારણે સમગ્ર વિશ્વ અને તમામ લોકો એકબીજા ની નિકટ આવી ગયા છે અને વિશ્વબંધુત્વ ની ભાવાના યથાર્થ થઇ રહી છે  .માટેજ  જ્ઞાની વ્યક્તિઓ , વિજ્ઞાન અને સમાજ ની સંલગતા  ની અનુભૂતિ અવર્ણીય છે. યાદ આવી રહી છે કવિ શ્રી રામધારીસિંહ દિનકર રચિત પંક્તિઓ ,

" व्योम से पटल तक सब कुछ उसे है ज्ञेय , 
                        पर न यह परिचय मनुज का, यह न  एक श्रे य  | 
श्रेय उसका बुद्धि पर  चैतन्य उर  की जीत ,
                       श्रेय मानव की असीमित मानवो से प्रीत | 
                      एक नर से  दूसरे के बीच का  व्यवधान ,
                      तीड दे जो बस,  वही ज्ञानी , वही विद्वान  || "

આ સૌ આવિષ્કારો અને સંસાધનો ના વિચાર,રચના,પ્રયોગ,તેમજ જનસામાન્ય સુધી પહોંચતું કરવાં ના કાર્ય-સંલગિત , સંબંધિત સર્વેજનો ને શત શત  નમન  .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

નવી બ્લોગ પોસ્ટ વાંચવા ,જાણવા માટે ઈમૅલ સબક્રિપ્શન બૉક્સ પર સબસ્ક્રિબ કરો  અને ફૉલો   ટેબ પર ક્લિક કરો  . 
કોમેન્ટ બોક્સ માં આપના મૂલ્યવાન સૂચનો સ્વીકાર્ય છે.

 (*based on having memories, available information, blogger's thoughts and guidance of honorable Elder, the descriptions is mentioned above. Acceptable suggestions are welcomed.)

No comments:

Post a Comment

Thanking you For your Valuable Note.

And also For the Next Updated Post , Be a part of The Blog.