Featured Post

Prarthana

પ્રાર્થના। .... प्रार्थना। ..  ॐ   सर्वे   भवन्तु   सुखिनः    सर्वे   सन्तु  निरामयाः    | सर्वे   भद्राणि   पश्यन्तु  ...

Sunday, May 10, 2020

Mother - માતા - जननी

 માતા    जननी     


યથાર્થ   કહેવામાં  આવ્યું  છે કે , 

"પરિવાર નું કેન્દ્ર અને સૌથી આદરણીય , પૂજનીય વ્યક્તિ  એ માતા જ .છે  ." ( -સ્વામી   વિવેકાનંદ ) .

નમન  છે એ દેવી ને , ત્યાગ મૂર્તિ ને   કે જેનો   વાત્સલ્ય   પામવા    ખુદ   ઈશ્વર  પણ   ધરતી   પર  પ્રગટ  થાય   છે. અરે   દેવો ને પણ   દુર્લભ  એવો  નિઃસ્વાર્થ ,  નિરપેક્ષ  અને  નિર્વ્યાજ  માતૃપ્રેમ  એ  મનુષ્ય ને ,  જીવસૃષ્ટિ ને ઈશ્વરે   પ્રદાન કરેલ  અમૂલ્ય   વરદાન   છે.


માતૃ સ્નેહ   માટે  તો  શ્રી   પ્રેમચંદજી   એ  તો ત્યાં   સુધી   કહેલું   છે કે  ,"   कठोर  से  कठोर ह्रदय  में भी मातृस्नेह  की  कोमल   स्मृतियाँ  संचित  होती  है।  " 


બાળક   ના  સર્વાંગી ઘડતર માં   માતા   નો  અનન્ય   ફાળો  હોય છે  .  

એક  અંગ્રેજી ના  પ્રખ્યાત  કવિ  એ  તો વર્ણન  કર્યું  છે કે :

  "  Who ran to help me when I fell,

     and would some pretty story tell,

    Or Kiss the place to make it well  ?  -   My  Mother...."


મિત્રો ,  આપણે સૌ જાણીએ  છીએ  કે  જગત ની  મહાન  વિભૂતિઓ  ના ઘડતર  માં  એમની  માતાઓ  નો  ફાળો  અવિસરમણીય  છે.

માતા  તો  સર્વોત્તમ  તીર્થધામ  છે.  માતા  નો   ત્યાગ  અને  વાત્સ્લય  અસીમિત  છે.

માતા નું વર્ણન , તેમનો  પ્રેમ ,  હુંફ  ,  ભાવના ની  માત્ર   અનુભૂતિ  જ  શક્ય  છે  કે  જે   શબ્દરહિત છે.

માતા  ના  નયનો માં  સંતાનો  પ્રત્યે ની   અનંત  લાગણી,  અને   સંતાનો  ના  આંખો  માં જોવા મળતી   માતૃભક્તિ  -  આ ક્ષણ  ની  અનુભૂતિ ,  આ  ક્ષણ નો  સાક્ષાત્કાર  એ  અવર્ણીય અને  અલૌકિક છે. 

જય માતા દી  .....🙏🙏🙏🙏




No comments:

Post a Comment

Thanking you For your Valuable Note.

And also For the Next Updated Post , Be a part of The Blog.